Skip to main content
Settings Settings for Dark

અમેરિકના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ ભારતની મુલાકાતે પહોંચી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 36 કલાકમાં 3 રાજ્યોની મુલાકાત લેશે. સૌ પ્રથમ તેઓ અમદાવાદ આવશે ,ત્યાર બાદ આગ્રા અને છેલ્લે તેઓ દિલ્હી જશે.

    અમદાવાદ છે ટ્રમ્પના સ્વાગત માટે તૈયાર

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ ભારતની મુલાકાતે પહોંચી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 36 કલાકમાં 3 રાજ્યોની મુલાકાત લેશે. સૌ પ્રથમ તેઓ અમદાવાદ આવશે ,ત્યાર બાદ આગ્રા અને છેલ્લે તેઓ દિલ્હી જશે. /આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ઉચ્ચ મંત્રીમંડળ સ્તરની વાર્તા દરમિયાન રક્ષા, સુરક્ષા, અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

    સરકાર અને તંત્રની ચોક્સાઈ 

    વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો હતો. મુખ્યમંત્રીએ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ સંદર્ભમાં સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેડિયમ સુધી પહોચવા માટે વાહન વ્યવહાર, ટ્રાફિક નિયંત્રણ અંગેની તલસ્પર્શી વિગતો વરિષ્ઠ સચિવો પાસેથી મેળવી હતી તેમજ તેમને જરૂરી માર્ગદર્શન પણ આપ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીને સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સંદર્ભમાં મહાનુભાવોના જવા-આવવાના તેમજ રોડ શો ના માર્ગના ટ્રાફિક નિયમનસહિતની વ્યવસ્થાઓથી માહિતગાર કર્યા હતા

    અમદાવાદ પુલિસ બની સજ્જ

    ટ્રમ્પ ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ માં એરપોર્ટ ,મોટેરા સ્ટેડિયમ ,ગાંધી આશ્રમ સહિત ના રૂટ પર પોલીસ દ્વારા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.રાજ્ય ની એ.ટી.એસ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ ,ક્રાઇમ બ્રાન્ચ સહિત ની ઈંટલીજન્સ એજન્સી દ્વારા તેમની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, લેટેસ્ટ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમ ખાતે પણ 5000 થી વધુ જવાનો ફરજ બજાવશે

    અમદાવાદની દિવાલો સ્વાગતના રંગોથી છલકાઈ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સ્વાગત માટે અમદાવાદના માર્ગોને અલગ અલગ પેંટિંગ્સ થી સજાવવામાં આવ્યા છે. જેમાં દીવાલો પર સ્વચ્છતાનો ખાસ સંદેશો આપવામાં આવ્યો છે. અશોક બડજાતિયાએ પોતાની ટીમની સાથે આ દીવાલો પર પેંટિંગ્સ કર્યા છે. તેની સાથે સમગ્ર અમદાવાદની જનતા તેમના સ્વાગત માટે ઘણી ઉત્સાહિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply