ગુજરાત રંગેચંગે શારદીય નવરાત્રીનો પ્રારંભ, વહેલી સવારથી યાત્રાધામોમાં માઈભક્તોનો ધસારો
Live TV
-
ગુજરાતમાં રંગેચંગે શારદીય નવરાત્રીનો પ્રારંભ, વહેલી સવારથી યાત્રાધામોમાં માઈભક્તોનો ધસારો
આજથી ગુજરાત સહિત દેશભરમાં રંગેચંગે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. ઠેર-ઠેર નવરાત્રિને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ખેલૈયાઓ ગરબે ગુમવા માટે આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની મુખ્યમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં GMDC ખાતે નવરાત્રી મહોત્સવ: 2023નું ઉદઘાટન કરશે. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા નવરાત્રિ મહોત્સમાં 15થી 23 ઓક્ટોબર દરમિયાન રાજ્યની સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરવામાં આવશે. થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ સ્ટોલ્સ, આનંદ નગરી, બાળ નગરી સહિતનાં અનેક આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં દરરોજ રાત્રિના 9 કલાકથી રાત્રિના 12 કલાક દરમિયાન પરંપરાગત શેરી ગરબાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ ગરબા ગાયકોના સુમધુર આવાજ અને સંગીતના સાનોના લયબદ્ધ તાલ પર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમશે. શેરી ગરબામાં ભાગ લેવા માટે ખૈલેયાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરવા હોવા જરૂરી છે. વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવને જોવા અને માણવા માટે દેશ અને વિશ્વના પ્રવાસીઓ ઉમટી પડશે.
યાત્રાધામ અંબાજી મંદિરમાં વહેલી સવારથી માઈભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. માઈભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચી રહ્યા છે. સવારની મંગળા આરતીમાં પણ હજારોની સંખ્યામાં માઈભક્તો હાજર રહ્યા હતા. જેમાં દેશના અન્ય રાજ્યોમાંથી પણ આવેલા ભક્તોએ ભાગ લીધો હતો. તો નવરાત્રિના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરમાં પ્રથમ નોરતે મંગળા આરતીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટયુ હતું. પ્રથમ નોરતે માતાજીના મંદિરનો પ્રવેશદ્વાર ફૂલથી સજાવવામાં આવ્યો હતો.
