Skip to main content
Settings Settings for Dark

બોટાદ: ગઢડા તાલુકાના હામાપર ગામના ખેડૂતોએ કરી કાશ્મીરી કેશરની ખેતી

Live TV

X
  • બોટાદ: ગઢડા તાલુકાના હામાપર ગામના ખેડૂતોએ કરી કાશ્મીરી કેશરની ખેતી

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામના ખેડૂતોએ કાશ્મીરી કેશરની ખેતી કરી સમગ્ર રાજ્યને રાહ ચીંધી છે. બંને ખેડૂતોએ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કર્યો છે. જેથી 50 ટકા જેટલું કેસરની ખેતીનું નોલેજ હતું. પરંતુ કઈ રીતે કરી શકાય જે માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. ત્યારબાદ આ ગઢડાના ખેડૂતોએ જમ્મુ-કાશ્મીરમાંથી કેસરના બલ્ક મગાવ્યા હતા. જેમાં કેસરના બલ્કનો આકાર પ્રથમ દ્રષ્ટિએ ડુંગળી જેવો દેખાય છે. બંને મિત્રોની બે વર્ષની મહેનત બાદ કેસરની ખેતીમાં સફળતા મળી છે. આ ખેતી પાછળ આશરે 15 લાખ જેટલો ખર્ચ કરાયો છે. હાલ પ્રથમ વર્ષે કેસરનું 1થી 1.5 કિલો ગ્રામ ઉત્પાદન મળશે. ત્યારબાદ સમયાંતરે બે પાક લઈ શકાશે. જેથી 4 કિલો વાર્ષિક ઉત્પાદન મળી રહેશે. હાલ જાહેર માર્કેટમાં કેસરનો એક કિલોનો ભાવ 7 થી 8 લાખ સુધીનો છે અને આ કેસરની ખેતી 100% ઓર્ગેનિક કરવામાં આવે છે. કેબિનેટ મત્રી કુંવરજી બાવળિયાએ પણ બનેં યુવાનોની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply