ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિક્ટિમોલોજી સેન્ટર શરૂ કરાયું
Live TV
-
સંગાથી' નામના પીડિત સહાય કેન્દ્રમાં પીડિતોને મદદ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
સંગાથી' નામનું પીડિત સહાય કેન્દ્ર 2023માં ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં શરૂ કરાયું હતું.જોકે, હવે તેનું નવું સરનામું શાહીબાગ સ્થિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ખાતે છે.અહીં એક સ્વતંત્ર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં પીડિતોને લગ્ન સંબંધની સમસ્યાઓ, બાળકો અને માતાપિતાનું માર્ગદર્શન, માનસિક આરોગ્ય અને તણાવ વ્યવસ્થાપન, સરકારી યોજનાઓ વિશે માહિતી સહિતની તમામ મદદ અને માર્ગદર્શન એક છત નીચે મળી રહેશે...... શાહીબાગ ખાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે આ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.