રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે
Live TV
-
ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કર્યો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.રાહુલ ગાંધી 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે.ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કર્યો હતો.આ સાથે જ તેમણે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં હાજરી આપી હતી.રાહુલ ગાંધીની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકલ વાસનિક સહીત,, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહીતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.રાહુલગાંધીના પ્રવાસ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સંગઠનમાં કઈ રીતે ફેરફાર કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી 2027ની વિધાનસભાની ચૂંટણી જંગ માટે ગુજરાત આવી પહોંચ્યા છે.સવારથી સાંજ સુધી રાહુલ ગાંધીએ 5 બેઠક યોજી હતી.બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના આગેવાનો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ દરમિયાન 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરશે અને દરેક નેતાઓની જવાબદારી સુનિશ્ચિત કરશે.