ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે બીજો દિવસ
Live TV
-
આજે ગૃહમાં બે મહત્વના, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે. આજે ગૃહમાં બે મહત્વના બિલ રજૂ કરાશે. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. દારૂ, ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોની હેરાફેરીમાં પકડાતા વાહનોની હયાત કાયદા મુજબ કોર્ટના અંતિમ ચુકાદા સુધી હરાજી નથી કરી શકાતી. પરંતુ રાજ્ય સરકાર આ કાયદામાં હવે સુધારો કરવા જઈ રહી છે. નશાબંધી સુધારા વિધેયકની જોગવાઈ મુજબ, પોલીસ સ્ટેશનમાં આવા વાહનો ભંગાર બની જાય તે પહેલાં તેની હરાજી કરવાની પ્રક્રિયા સરળ બનશે. જોકે, વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જરૂરી રહેશે.
