રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
Live TV
-
આજે સુરત, નર્મદા, ભરૂચ તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, બોટાદ, કચ્છ, મોરબી, વડોદરામાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના : હવામાન વિભાગ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા આણંદના ખંભાતમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કઠલાલ અને ડાંગમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાસંદામાં 2 ઈંચ, દાહોદના ધનપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે સુરત, નર્મદા, ભરૂચ તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, બોટાદ, કચ્છ, મોરબી, વડોદરામાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે.
દેશમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વિદર્ભ, કોંકણ, નાગાલેન્ડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં કેટલાક ભાગોમાં વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 7 દિવસમાં ઉતરાખંડ, મધ્યપ્રદેશ અને ગોવા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે આગામી 2 દિવસમાં અસમ, મેઘાલય અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની તેમજ આજે 24 કલાક દરમિયાન કેરળ તેમજ લક્ષદ્વીપમાં મૂશળધાર વરસાદની આગાહી કરી છે. જ્યારે દિલ્લીમાં આવતીકાલથી 25 ઓગસ્ટ સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
