Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી બે દિવસ માટે થયો પ્રારંભ

Live TV

X
  • પાટનગર ગાંધીનગરમાં આજથી બે દિવસ માટે વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મોંઘવારી તથા  કર્મચારી આંદોલનો તેમજ ગૌરક્ષાની માંગને લઈને વિધાનસભામાં હંગામો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચ્ચાર કરીને ગૃહની મધ્યમાં ધસી ગયા હતા. પરિણામે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

    વિરોધપક્ષ કોંગ્રેસના નેતા ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ સરકાર પ્રજા વિરોધી શાસન અને નિર્ણય કરે છે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કરે છે. વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવામાં આવે છે. રાજ્યના 15 લાખ કર્મચારીઓ રસ્તા પર ઉતરીને પોતાની માંગોને લઇને લડત લડી રહ્યા છે. સરકારી કર્મચારીઓ દ્વારા કરવામા આવતા આંદોલનને લઇને વિધાનસભાના દરવાજે ધરણા કરીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો.

    અધ્યક્ષા નીમાબેન આચાર્યે વિરોધ કરી રહેલા 10 થી વધુ વિપક્ષી સભ્યોને દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. પરિણામે વિપક્ષી સભ્યોએ સભાત્યાગ કર્યો હતો. આજે સત્રના પ્રથમ દિવસે, ગૃહમાં પશુપાલકોના વિરોધને પગલે શહેરોમાં રખડતા ઢોરની સમસ્યાને પહોંચી વળવા માટે એપ્રિલમાં પસાર કરાયેલ ખરડો પાછો ખેંચવાની દરખાસ્ત પર ચર્ચા કરશે. રાજ્યપાલ દ્વારા આ ખરડો પાછો મોકલવામાં આવ્યો છે. ગૃહમાં GST સુધારા બિલ, ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત ઈલેક્ટ્રિસિટી ઈન્ડસ્ટ્રી રિઓર્ગેનાઈઝેશન એન્ડ રેગ્યુલેશન બિલનો સમાવેશ થાય છે. આ અગાઉ, ગૃહમાં દિવંગત સભ્યો અંગેનો શોક પ્રસ્તાવ પસાર કરાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply