ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 10મી જાન્યુઆરીથી, CAAને અપાશે સમર્થન
Live TV
-
આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણને વધુ સુદ્રઢ બનાવવા માટેના ઐતિહાસિક સુધારાને સમર્થન આપવા રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવશે.
ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર તારીખ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ યોજાશે તેમ રાજ્યના વૈધાનિક અને સંસદીય મંત્રી, પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન અપાશે.
