Skip to main content
Settings Settings for Dark

CM એ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો કરાવ્યો પ્રારંભ, સરદારની પ્રતિમાનું કર્યું અનાવરણ 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ભારતના નિર્માણ માટે માત્ર સરકાર જ નહિં પણ સામાજીક સેવાભાવી સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓના યોગદાન ને ગણાવ્યુ અનિવાર્ય- 

    ગાંધીનગર ખાતે આજથી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ સરદાર ધામ ખાતે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતિક સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. 

    અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના સરદારઘામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે સરદારઘામ ખાતે વિરાટ વ્યક્તિત્વની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં હું ઘન્યતા અનુભવું છું. સમગ્ર વિશ્વમાં સરદાર સાહેબનું વિશિષ્ટ વ્યક્તિત્વ , અખંડ ભારતના શિલ્પિ તરીકે રાષ્ટ્રનું ગૌરવ છે. 

    આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી  સરદાર સાહેબ ની ગુજરાત ની  બીજા નંબરની મોટી  પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુથારે જ સરદાર ધામની પ્રતિમા બનાવી છે.  

    નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્ર અને સમાજનું ગૌરવ છે. અમદાવાદ રીંગ રોડ પર મોકાના સ્થળે વૈષ્ણોદેવી અને હનુમાજી બિરાજમાન છે, ત્યાં સરદારઘામ ખાતે સરદાર સાહેબને અમર કરતી ભવ્ય અને વિરાટ પ્રતિમા શ્રી રણછોડભાઇ પરિવારે અઢી કરોડનું માતબર દાન આપી નિર્માણ કરાયેલ પ્રતિમાનું આજે અનાવરણ થયું છે. તેથી આજે ઐતિહાસિક દિવસ છે. ભવ્ય પ્રતિમાનું દર્શન થાય તેવું કામ થયું છે. સરદાર વલ્લભભાઇ પટેલે દુનિયામાં પાટીદાર સમાજને ગૌરવ અપાવ્યું છે તે વઘુમાં વઘુ ઉજ્જવળ બનાવીએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply