વડોદરાઃ ઈન્ટરનેશનલ આત્મીય યુવા મહોત્સવમાં BJPના જેપી નડ્ડાએ આપી હાજરી
Live TV
-
વડોદરાનાં પાંજરાપોળનાં મેદાનમાં હરિધામ સોખડા યોગી ડિવાઈન સોસાયટી દ્વારા આયોજિત ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ તેમજ ન્યૂઝીલેન્ડ સહિત 26 દેશોમાંથી આશરે 2 લાખથી વધુ યુવક-યુવતીઓ અને હરિભક્તો ભાગ લેવાં વડોદરા આવ્યા છે.
વડોદરા ખાતે યોગી ડિવાઈન સોસાયટી આયોજિત ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવમાં. દેશ વિદેશથી લાખોની સંખ્યામાં યુવાનો યુવતીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહયાં. ગઈકાલે મહોત્સવના દબદબાભેર પ્રારંભ બાદ આજે બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ધારાસભ્યો તેમજ રામકૃષ્ણ મિશનનાં સ્વામી નિખિલરેશ્વરાનંદજી અને સંતો મહંતો ઉપસ્થિત રહયા. ઉપસ્થિત મહેમાનોએ પ.પૂ હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.
ત્રિદિવસીય ચાલનાર આંતરરાષ્ટ્રીય આત્મીય મહોત્સવનાં આજે બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમજ રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં યુવા મહોત્સવના આયોજન માટે યોગી ડીવાઇન સંસ્થાનો આભાર માન્યો હતો. તેમને મહોત્સવમાં ઉપસ્થિત યુવાનોને શિક્ષાપત્રી તેમજ વચનામૃતને રોજિંદા જીવનમાં આચરણ કરવાની શીખ આપી હતી. બધાને સાથે લઈને જીવનમાં આગળ વધવા માટે જણાવ્યું હતું. આત્મા અને મનમાં આત્માની વાતને આચરણ કરવાની શીખ આપી હતી.
વધુમાં તેમણે રાજનીતિનો ધર્મ સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું ધર્મ વિના રાજનીતિ અધૂરી છે. ધર્મ ક્યાં કેવી રીતે કાર્ય કરવું તે અંગે માર્ગદર્શન આપે છે. કેન્દ્ર સરકારની ઉજ્જવલા અને આયુષ્યમાન યોજનાને કારણે કરોડો ગરીબ લોકોને લાભ થયો છે. સાથે લાખો ગરીબ લોકોને આવાસો બનાવી આપ્યા છે. તેમને સમાજના અન્ય વર્ગોની સમકક્ષ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
