Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના અભિભાષણ અંગે ચર્ચાનો બીજો દિવસ

Live TV

X
  • ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. ગઇકાલે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીને કારણે રામલલાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે. 22મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજા એ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસ્તાવને પ્રતિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, સહિત અન્ય સભ્યોએ સમર્થન કર્યું હતું અને વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply