મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિતે 12મીએ મોરબી જિલ્લામાં જાહેર રજા રહેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમથી કાર્યક્રમને સંબોધશે
મોરબી જિલ્લાના ગૌરવ સમાન મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લામાં જાહેર રજા રહેશે. રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર જાહેર કરી જાહેર રજાનો આદેશ કર્યો છે.
12 ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે 200માં જન્મોત્સવ અંતર્ગત જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહ યોજાશે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મોરબી જિલ્લાના તમામ નાગરિકો ટંકારા ખાતે યોજાનાર મહર્ષિ દયાનંદ જન્મ જયંતીના મહાપર્વમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી 12 ફેબ્રુઆરી સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 ફેબ્રુઆરીએ આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. દ્રૌપદી મુર્મુ 12 ફેબ્રુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે અને 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ઉત્સવ માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં એકત્ર થયેલા આર્ય સમાજના સભ્યોને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમથી કાર્યક્રમને સંબોધશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ફેબ્રુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપશે.
