ગુજરાત સરકારનાં બજેટથી માછીમારોમાં છવાયો આનંદ
Live TV
-
ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, નવાબંદર અને માઢવાડ બંદર સહિત ગુજરાતનાં બંદરોનાં વિકાસની જોગવાઈને લઈ માછીમારોમાં ખુશી
ગુજરાત સરકારનાં બજેટથી માછીમારોને પણ રાહત થઈ છે. બજેટમાં ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, નવાબંદર અને માઢવાડ બંદર સહિત, રાજ્યના બંદરોનાં વિકાસ માટે કરવામાં આવેલી જોગવાઈ અંગે માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 1600 કિલોમીટરનો દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યમાં, ખેતી બાદ સૌથી મોટું હૂંડિયામણ રળી આપતો કોઈ ધંધો હોય, તો તે છે માછીમારી. માછીમારીના વ્યવસાયમાં સુવિધાઓના વધારા માટે ગુજરાત સરકારે જાહેર કરેલા બજેટમાં ખાસ જોગવાઈઓ રાખવામાં આવી છે. પરંપરાગત રીતે માછીમારી કરતા નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય આપવા નવી યોજના તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત દરિયાઈ ફીશીંગ બોટ, તેમ જ 2 સ્ટ્રોકઅને 4 સ્ટ્રોક આઇ.બી.એમ. અને ઓ.બી.એમ. એન્જીન ખરીદવા માટે, યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ વીસ હજારનાં 50 ટકા સહાય અપાશે
