ગુજરાત સરકારનો એક જનહિતલક્ષી નિર્ણય
Live TV
-
સીએનજી વાહન ચાલકોને લાંબી લાઈનોથી મુક્તિ
રાજ્યમાં સીએનજી વાહન ચાલકોએ હવે લાંબી લાઈનમાં ઉભા નહીં રહેવું પડે. રાજ્ય સરકાર દ્વારા એક જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વસ્છ -સ્વસ્થ ગુજરાત માટે પર્યાવરણ પ્રિય, પ્રદૂષણમુક્ત પરિવહન સેવાની સંકલ્પના સાકાર કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. જે હેઠળ સીએનજી સહભાગી યોજના હેઠળ રાજ્યમાં નવા 300 સીએનજી પંપ શરૂ કરવામાં આવશે. રાજ્યનાં વિવિધ શહેરો અને ધોરીમાર્ગો પર સીએનજી સ્ટેશન શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. હયાત પેટ્રોલ પંપ ધારકોએ સીએનજી પંપ શરૂ કરવા માટે કોઈ વધારાની પરવાનગી લેવાની રહેશે નહીં. તો સાથે જ, વર્ષ 2022 સુધીમાં 18 લાખ ઘરોમાં ગેસ પાઇપલાઇન પહોંચાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.
