ગુજરાત સરકારે ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020ની કરી જાહેરાત
Live TV
-
લોકોને વધુમાં વધુ રોજગારી મળે તે માટે ઉદ્યોગો સ્થાપવા લીઝ પર અપાશે જમીન, નવી પોલીસીથી આત્મનિર્ભર ભારતને મળશે બળ: CM
ગુજરાત સરકારના ઓદ્યોગિક વિકાસને વેગવંતુ બનાવવા માટે તેમજ આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 જાહેર કરી છે. જેની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે MSME સેક્ટરને વધુ વિકાસ વંતુ બનાવવા આ પોલિસી ખુબ ઉપયોગી બની હશે. આ યોજના મુજબ ઔદ્યોગિક એકમ મુજબ તેમના ઉત્પાદિત માલના રાજ્યની અંદર ના વેચાણના NET SGST પ્રમાણે વળતણ આપવામાં આવતુ હતુ જેના કારણે ગણતરીમાં મુશ્કેલી પડતી હતી તે મુશ્કેલી હલ કરાઇ છે. આ ઉપરાંત નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિક સિટી ડ્યુટી ભરવા માંથી ચાલુ રહેશે. MSMEને ધિરામની રકમના 25 ટકા સુધીની અને મહત્તમ 35લાખ સુધીની કેપીટલ સબસીડી મડવા પાત્ર રહેશે.તો સર્વિસ સેક્ટર આધારિત MSMEને 7 ટકા સુધીની વ્યાજની રાહત મળશે. તો સ્ટાર્ટ અપ સપોર્ટ માટે પણ આ પોલિસીમાં પણ જોગવાઇ કરાવામાં આવી છે.
