દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 67.62%
Live TV
-
કોરોના સામેની જંગમાં દેશને સતત સફળતા મળી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 67.62 ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં 13 લાખ 77 હજાર 384 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. તો 50 હજારથી વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. દેશમાં કુલ 41 હજાર 638 દર્દીના મૃત્યુ નોંધાયા છે. મૃત્યુદર પણ 2.07 જેટલો નીચો છે. દેશમાં સક્રીય કેસોની સંખ્યા 6 લાખ 5 હજાર 399 છે. છેલ્લાં 24 કલાકમાં 62 હજાર 170 કેસ નોંધાયા હતાં જ્યારે 899 લોકોનાં મૃત્યું નિપજ્યાં હતાં. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 11 હજાર 514 નવા કેસ નોંધાયા છે જેમાંથી 316 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં વધુ 10 હજાર 328 નવા કેસ ઉમેરાયા છે. તો કર્ણાટકમાં 6,805., તામિલનાડુમાં 5,684 કેસ નોંધાયા છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 6 લાખ 64 હજારથી વધુ સેમ્પલની તપાસ પણ કરવામાં આવી હતી.
