રાજ્ય સરકાર દ્વારા રુ. 5300 કરોડની ભાડભુત બેરેજ યોજનાનું મુખ્યમંત્રીએ કર્યુ ઇ ખાતર્મુહુત
Live TV
-
નર્મદા નદીનું હજારો ક્યુસેસ પાણી દરિયામાં ન વહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રુ. 5300 કરોડની ભાડભુત બેરેજ યોજનાનું આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિ઼ડીયો કોન્ફરન્સથી ઇ ખાતર્મુહુત કર્યુ હતુ. જ્યારે રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ ભાડભુત ખાતે હાજર રહ્યા હતા. આ યોજનાથી 21 હજાર મિલિયન ઘનફુટ મીઠા પાણીનો સંગ્રહ થશે, બેરેજ યોજનામાં છ માર્ગીય પુલ થવાથી દહેજ-હાંસોટ- સુરત વચ્ચેના માર્ગથી 18 કિલો મીટરનું અંતર ઘટશે. તો 20 કિલોમીટર લાંબો પુરસંરક્ષણ પાળો બનવાથી આ વિસ્તારમાં નર્મદા નદીના બંને કાઠાની ખેતીલાયક જમીનોનું ધોવાણ પણ અટકશે. આમ આ યોજનાથી આસપાસના વિસ્તારને નોંધપાત્ર ફાયદો મળશે.
