Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત સિટીઝન સર્વિસિસ ડિલીવરી અંગે મહત્વના MOU ગાંધીનગરમાં સંપન્ન

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પ્રધાનમંત્રી મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.

    આ હેતુસર રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક વચ્ચે એક MOU ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે GARCની ભલામણો અનુસાર સુગમ ડિઝીટલ ગુજરાત ઈનિસ્યેટીવ્ઝ દ્વારા પાંચ જેટલા મુખ્ય વિભાગોની અંદાજે 20 જેટલી નાગરિક કેન્દ્રી સેવાઓ વોટ્સએપ ચેટ બોટ મારફતે ઉપલબદ્ધ કરાવેલી છે.હવે, આ સેવાઓને લોકો માટે વધુ સરળ અને ઝડપી બનાવવા સાથો-સાથ લાસ્ટ માઈલ ડિલીવરી સુનિશ્ચિત કરવામાં મેટા અને રાજ્ય સરકાર વચ્ચેના આ MOU મહત્વપૂર્ણ બનશે.તદઅનુસાર, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વોટ્સએપ આધારિત ચેટ બોટથી રાજ્ય ભરના નાગરિકો એક જ વોટ્સએપ નંબર દ્વારા આવી 20 મહત્વપૂર્ણ સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના ફોન પર જ આગામી સમયમાં મેળવી શકશે.

    એટલું જ નહિ, આવી સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ આવનારા દિવસોમાં મૂક્તિ મળશે.રાજ્ય સરકાર દ્વારા જે સેવાઓ આ વોટ્સએપ પર મળતી થવાની છે તેમાં ગ્રિવન્સીસ રીડ્રેસલ એટલે કે ફરિયાદ નિવારણ સહાય, આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ્સ, મહેસૂલ રેકોર્ડસ અને સત્તાવાર સોગંદનામા જેવી મહત્વની સેવાઓનો સમાવેશ થાય છે.આ MOUનું અમલીકરણ થતાં આગામી સમયમાં સર્વિસ ડિલીવરી પ્રોસેસ વધુ સરળ બનવા સાથો-સાથ રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ વધુ મજબૂત થશે. રાજ્ય સરકાર આવનારા દિવસોમાં તબક્કાવાર વધુ સેવાઓ પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે સાંકળવાની નેમ ધરાવે છે.

    મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કાર્યરત થનારી આ નવી વોટ્સએપ ગવર્નન્સ આધારિત નાગરિક કેન્દ્રીત સેવાઓનો સૌથી મોટો લાભ સામાન્ય માનવીને મળતો થશે તેમાં ખાસ કરીને હવે સરકારી સેવાઓ વધુ સરળ બનશે, સેવાઓ મોબાઇલ પર થોડા ક્લિક્સમાં ઉપલબ્ધ થશે, સમય અને ખર્ચ બંનેની બચત થશે તથા પારદર્શીતા અને જવાબદેહી વધુ સુદ્રઢ થશે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સરકારની સેવાઓની પહોંચ વધશે અને ટેક્નોલોજીનો લાભ હવે સામાન્ય માણસ સુધી ઘરે બેઠા પહોંચશે.

    પ્રધાનમંત્રી મોદીએ સિટીઝન સન્ટ્રીક ગવર્નન્સની જે દિશા આપી છે તેમાં ગુજરાતે વન ડે ગવર્નન્સ જેવી પહેલ દ્વારા સમયબદ્ધ અને પારદર્શક સેવાઓ આપવાની શરૂઆત કરીને સામાન્ય નાગરિકને ઓછામાં ઓછી તકલીફ અને વધુમાં વધુ સરળતા મળે તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સતત સફળ આયામો હાથ ધર્યા છે.શહેરી વિસ્તારોમાં જન સેવા કેન્દ્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં વી.સી.ઈ. આધારિત વ્યવસ્થા દ્વારા લાખો નાગરિકોને સરકારની સેવાઓ સરળતાએ પારદર્શી રીતે પહોંચી રહી છે. હવે, Meta Platforms Inc. (Meta) સાથે થયેલા MoU દ્વારા ગુજરાત સિટીઝન સેન્ટ્રીક ગવર્નન્સના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યું છે.

    આવનારા સમયમાં નાગરિકોને પોતાના મોબાઇલ પર થોડા જ ક્લિક્સમાં એન્ડ ટુ એન્ડ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો માર્ગ વધુ મજબૂત બનશે. માત્ર માહિતી જ નહીં, પરંતુ અરજીથી લઈને પ્રમાણપત્ર મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા વધુ સરળ અને વધુ સુલભ સ્વરૂપમાં પ્રાપ્ત કરાવવા માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગના તાલીમ અને વહિવટી સુધારણા પ્રભાગના સચિવ  હારિત શુક્લા અને મેટાના ડિરેક્ટર અને હેડ ઓફ પોલિસીઝ અમન જૈન તથા કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે આ MOU પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પરસ્પર આપ-લે કરી હતી.આ અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ ડૉ. અજય કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
apply