Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં વાહકજન્ય રોગો ડેન્ગ્યૂ-મલેરિયા સામે AMCની પ્રિ-મોન્સૂનની તૈયારી શરુ

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે 'પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન' અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

    તંત્રના સતત સુપરવિઝન અને મોનિટરિંગના કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેસોમાં ઘટાડો નોંધાયો છે.

     રોગચાળાના આંકડાકીય ચિત્ર પર એક નજર

    રોગ / વર્ષ વર્ષ 2025 (કુલ કેસ) વર્ષ 2026 (જાન્યુઆરીથી અત્યાર સુધી)
    ડેન્ગ્યૂ  1591 (સરકારી: 1347 , ખાનગી: 244)  110 (સરકારી: 104, ખાનગી: 6)
    મલેરિયા (PV)  784  54
    મલેરિયા (PF)  177  11
    બ્લડ સેમ્પલ્સ  17,65,047 6,53,148

    ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મચ્છરોની ઉત્પત્તિના  577 સ્પોટ્સ શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરતી 88 કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ અને પેનલ્ટી ફટકારવામાં આવી છેરોગચાળાને ડામવા માટે હાલ શહેરમાં 274 ફોગીંગ મશીન કાર્યરત છે. હેલ્થ વર્કર્સ અને આશા વર્કર્સની ટીમો દ્વારા હોટસ્પોટ અને સ્લમ વિસ્તારોમાં દર પખવાડિયે ડોર-ટૂ-ડોર ચેકિંગ, ફીવર સર્વે અને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. ભીનાશ અને પાણી ભરાઈ રહે તેવા બિનવારસી ટાયરો, ભંગાર અને કચરો દૂર કરવાની કામગીરી સઘન બનાવાઈ છે. સરકારી, અર્ધસરકારી અને કોમર્શિયલ એકમોમાં નોડલ ઓફિસરોની નિમણૂક કરી બાયલોઝ (Bylaws)નું કડક અમલીકરણ કરાઈ રહ્યું છે. મચ્છરોનું બ્રીડીંગ વધુ હોય તેવા વિસ્તારોનું ખાસ મેપિંગ કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર (UHC) અને સરકારી હોસ્પિટલોમાં મલેરિયા-ડેન્ગ્યૂના મફત નિદાન અને સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સ્માર્ટ સિટીના VMD સ્ટેશનો અને સિનેમાગૃહોમાં અવેરનેસ વીડિયો દ્વારા લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.મચ્છરોના બ્રીડીંગ અંગેની ફરિયાદ માટે નાગરિકો CCRS પોર્ટલના નંબર 155303 પર સંપર્ક કરી શકે છે, જેના પર AMC દ્વારા 24 કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
apply