ગુજરાત સરકાર દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે નવો કાયદો
Live TV
-
ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તાની લારીઓ પર ખોરાક રાંધવાનું માધ્યમ સ્પષ્ટ દર્શાવવું ફરજિયાત
ગુજરાત સરકારે રાજ્યમાં ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જાહેરાત મુજબ, રાજ્યમાં આવેલા તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય અને નાસ્તાની લારીઓએ ફરજિયાતપણે દર્શાવવું પડશે કે તેઓ ખોરાક રાંધવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરે છે.
આ નિયમનોનો હેતુ ગ્રાહકોને ખોરાક બનાવવા માટે કયા પ્રકારના તેલ અથવા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે અંગે સ્પષ્ટ માહિતી આપવાનો છે. ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ખાદ્ય ચીજ ઉત્પાદકો ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા લેબલનો ઉપયોગ કરે છે. આ નવા નિયમનથી ગ્રાહકોને વધુ સારી પસંદગી કરવામાં મદદ મળશે અને તેમને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
• ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર એ જણાવ્યુ કે, રાજ્યમાં આવેલ ખાણીપીણી ના વિવિધ એકમોમાં શુધ્ધ, સલામત અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં વખતો વખત વિવિધ ખાદ્ય પદાર્થો બનાવી વેચાણ કરતાં એકમોમાં ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
• તાજેતરમાં તમામ હોટલ/રેસ્ટોરેન્ટ/ઢાબા/ભોજનાલય/ખાણીપીણીની નાસ્તાની લારીઓ વગેરેનાઓએ ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ એક્ટ ૨૦૦૬ અને તે અન્વયેના નિયમો ૨૦૧૧ અને રેગ્યુલેશનો અન્વયે ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ/ રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન, ૨૦૧૧નાં ખાદ્ય પરવાનાની શરતો મા જણાવ્યા મુજબ તમામ એકમો ધ્વારા ખાધ્યચીજ બનાવવા માટે જે કુકિંગ મિડિયમ (રાંધવાનું માધ્યમ) વાપરેલ હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજીયાત પણે નીચે મુજબ ની વિગતે બોર્ડ/પોસ્ટર લગાવવાનું થાય છે.અહીં બનાવવામાં આવતો ખોરાક............................(કુકિંગ માધ્યમ) માંથી બનાવવામાં આવે છે.
• વધુમાં ખાદ્ય ચીજ જેવી કે ભાજી પાઉં, સેન્ડવિચ, વડાપાઉં, રોટી વગેરે ઉપર લગાવવામાં આવતા ઘી/બટ૨/ટેબલ માર્ગેરિન/ફેટ સ્પ્રેડ જેવા માધ્યમનો ઉલ્લેખ અલગ બોર્ડ/ પોસ્ટર પર જાહેર જનતા ને સ્પષ્ટ વંચાય તે રીતે મોટા અક્ષરોમાં નીચે મુજબની વિગતે બોર્ડ/ પોસ્ટર લગાવવાનું રહેશે.
અહીં બનાવવામાં આવતા ખોરાક ઉપર............................(ઘી/બટ૨/ટેબલ માર્ગેરિન/ફેટ સ્પ્રેડ ) લગાવવામાં આવે છે.
• જો ફૂડ બિઝનેસ ઓપરેટર ધ્વારા દર્શાવેલ ઉક્ત માધ્યમ સિવાય અન્ય કોઈ માધ્યમમાં બનાવે/ ખાદ્ય ચીજ ઉપર લગાવે કે પ્રદર્શિત કરે તો મિસલીડીંગ સહિતની જોગવાઈઓ અનુસાર નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી
FDAના કમિશનરે જણાવ્યું હતું કે, "જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર આ નિયમોનું પાલન કરતો નથી, તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં દંડ, લાયસન્સ રદ કરવું અને કાયદાકીય કાર્યવાહીનો સમાવેશ થઈ શકે છે."
ગ્રાહકોને અપીલ
FDA ગ્રાહકોને ખોરાક ખરીદતી વખતે થોડી કાળજી રાખવાની અપીલ કરે છે. તેઓએ ખાતરી કરવી જોઈએ કે ખોરાક બનાવવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તે સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. જો તેમને કોઈ શંકા હોય, તો તેઓએ FDA ને ફરિયાદ કરવી જોઈએ.
આ નવો કાયદો ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા સુધારવામાં મદદ કરશે અને ગ્રાહકોને વધુ સારી પસંદગી કરવાનો અધિકાર આપશે.