અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો શુભારંભ
Live TV
-
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો શુભારંભ
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો શુભારંભ થયો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળી રહ્યા છે. ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસ એટલે કે આજે યોજાઈ રહી છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ઓળખ છે.
જય જગન્નાથના નાદ વચ્ચે નગરજનોને દર્શન આપવા ભગવાન રથમાં બિરાજ્યા છે. તો અમદાવાદમાં જગન્નાથ મંદિર પટાંગણમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને ..જય જગન્નાથ… જય જગન્નાથ..ના નાદ વચ્ચે રસ્તાઓ ગુંજી રહ્યા છે.
ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જમાલપુર મંદિર ખાતે 147 મી રથયાત્રાની પહિંદ વિધી કરી હતી. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી.