ડાંગ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Live TV
-
ડાંગ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
ગુજરાતનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસુ પૂરબહારમાં જામી ચૂક્યું છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે. જ્યારે વરસાદી વાતાવરણને નજીકથી જોવા, જાણવા, અને માણવા આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકો પણ ડાંગમાં આવી રહ્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 76.67 મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેની સાથે સીઝનનો અત્યાર સુધીનો કુલ સરેરાશ 358મી.મી વરસાદ જિલ્લામાં નોંધાઈ ચૂક્યો છે.
જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા, જોખમી રીતે સેલ્ફી કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહીં ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહીં કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે સૌને અપીલ કરી છે.