અંબાજીઃ અષાઢી બીજના પાવન અવસરે માનસરોવરમાં કરવામાં આવી પૂજનવિધિ
Live TV
-
અંબાજીઃ અષાઢી બીજના પાવન અવસરે માનસરોવરમાં કરવામાં આવી પૂજનવિધિ
આજે અષાઢી બીજને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવીને પવિત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં પાણી ની પુજન વિધિ માં માંડવો અને શ્રીફળ ચુંદડી નો વિશેષ મહત્વ રાખી પાણી માં પધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાથી વરૂણદેવ રીજે છે. અને ખેડૂતો અને પશુ પક્ષીઓ સહીત અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવિધિ માં પ્રાર્થના કરવામાં આવે છે તેમજ પુજા વિધિ બાદ સુખડી અને ઘઉ ચણા ના ઠોઠા નો પ્રસાદ વહેચવામાં આવે છે.