ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ
Live TV
-
ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ
કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમના રોડ-શો દરમિયાન તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે 2019માં ગાંધીનગરથી વધારે લીડ સાથે જીત મેળવી હતી. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે , ભાજપના ગુજરાતના દિગ્ગજ નેતાઓ સી.આર.પાટીલ નવસારી બેઠક પરથી ,તો પૂનમ માડમ જામનગર બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તો બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ તેમનું ઉમેદવારી પત્ર ભરશે.