Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહનું અમદાવાદમાં શક્તિ પ્રદર્શન

Live TV

X
  • ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત શાહે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો હતો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતા તમામ વિધાનસભા વિસ્તારોમાં અમિત શાહે ભવ્ય રોડ શો યોજ્યો હતો. સવારે સાણંદ અને કલોલ બાદ અમદાવાદના સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરામાં અમિત શાહનો રોડ શો યોજાયો, ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં ફરીને અમદાવાદના વેજલપુર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધતા તેમણે ભાજપને પ્રચંડ જીત અપાવવાની હાકલ કરી હતી.  સાથે જ તેમણે ક્ષત્રિય સમાજના વિરોધને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે પરશોતમ રુપાલાને માફી આપી, બહુમતીથી જીતાડવા ક્ષત્રિય સમાજને આહ્વાન કર્યું હતું

    અમિત શાહે દિવસભર અમદાવાદના સાણંદ, ઘાટલોડિયા, સહિત ગાંધીનગરના કલોલમાં કરેલા રોડ શોમાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.  અમિત શાહ આવતી કાલે ફોર્મ ભરવાના છે. ત્યારે આજે તેમણે પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે. રેલીમાં રસ્તાની બંને બાજુ અમિત શાહને આવકારવા માટે લોકોની ભીડ ઉમટી હતી. રોડ શૉમાં અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર , પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, હર્ષ સંઘવી સહિતના  નેતાઓ પણ જોવા મળ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply