ગુજરાત સાયન્સ સિટી ખાતે 21થી 23 ઓગસ્ટ દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું આયોજન
Live TV
-
‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ નિમિત્તે ઈસરો (ISRO) અને GSEMના સહયોગથી અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે 21 થી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં 20,000થી વધુ મુલાકાતીઓ અંતરિક્ષ વિજ્ઞાનનો જીવંત અનુભવ મેળવશે.ચંદ્રયાન-3 ની ઐતિહાસિક સિદ્ધિ (23 ઓગસ્ટ, 2023) ની ઉજવણી અને યુવા પેઢીમાં STEM પ્રત્યે જિજ્ઞાસા કેળવવાના ઉદ્દેશ્યથી આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ વર્ષની થીમ “Towards Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership” રાખવામાં આવી છે.
સ્પેસ સાયન્સ એક્ઝિબિશન ઈસરો આધારિત મોડેલ્સનું પ્રદર્શન.પ્લેનેટેરિયમ શો અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન ખગોળ વિજ્ઞાનનો રોમાંચક અનુભવ.વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન ISRO ના વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ.રચનાત્મક સ્પર્ધાઓ સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર, ઓરિગામી અને સ્પેસ ક્વિઝ.હેન્ડસ-ઓન વર્કશોપ વિદ્યાર્થીઓ માટે રોકેટ મોડેલિંગ વર્કશોપ.આ મહોત્સવમાં દેશભરની 50થી વધુ સંસ્થાઓ અને સ્પેસ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. 23 ઓગસ્ટના રોજ સમાપન પ્રસંગે વિજેતાઓને પુરસ્કારો એનાયત કરાશે. વિજ્ઞાનપ્રેમીઓ અને નાગરિકોને આ ફેસ્ટિવલની મુલાકાત લેવા સાયન્સ સિટી દ્વારા અનુરોધ કરાયો છે.
