ગુજરાત સ્ટેટ કો- ઓપરેટીવ બેન્ક દ્વારા લોન્ચ કરાયું પ્રિ-પ્રેઈડ કાર્ડ
Live TV
-
રિઝર્વ બેન્ક દ્વારા સહકારી ક્ષેત્રની બેન્કને પ્રથમ વખત કાર્ડ માટે માન્યતા અપાઈ છે. આમાં ફકત 150 રૂપિયામાં ઉપલબ્ધ થતાં કાર્ડમાં ગ્રાહકો રૂપિયા એક લાખ સુધીનું બેલેન્સ રાખી શકશે.
ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંકે દેશમાં પ્રથમ પ્રિપેઇડ કાર્ડ લોન્ચ કર્યુ છે. તેમાં ગ્રાહકો ,1 લાખ રૂપિયા સુધી નું, બેલેન્સ રાખી શકશે. પ્રિપેઇડ કાર્ડ, પ્રાઇવેટ, અને રાષ્ટ્રીયકૃત બેંકો તો આપી જ રહી છે , પરંતુ રિઝર્વ બેંક દ્વારા પ્રથમવાર કો- ઓપરેટિવ બેંકને પ્રિ પેઇડ કાર્ડની માન્યતા અપાઈ છે, ત્યારે બેંક દ્વારા લોંચ કરવામાં આવેલું કાર્ડ ગ્રાહકોને ફક્ત 150 રૂપિયામાં ઉપલબ્ધ બનશે અને એક લાખ રૂપિયા સુધી નુ બેલેન્સ તેઓ કાર્ડમાં રાખી શકશે. પ્રિપેઇડ કાર્ડ ના મુખ્ય ફાયદાની વાત કરવામાં આવે , તો બેંક ખાતા સાથે ફ્રોડ થવાનો ચાન્સ ઘટી જાય છે. કેન્દ્ર સરકાર જ્યારે ડીજીટલ ટ્રાન્ઝેક્શનને મહત્વ આપી રહી છે ત્યારે આગામી 2020 સુધીમાં અંદાજીત 500 અબજ ડોલર જ્યારે 2025 સુધીમાં એક ટ્રીલીયન ડોલર્સના વ્યવહારો ડીજીટલ ટ્રાન્ઝેકશનથી થશે.
