મુખ્યમંત્રીએ ગોંડલમાં મહારાજા ભગવત સિંહજી ટાઉનહોલ, લાયબ્રેરી અને સાયન્સ-સ્પોર્ટસ સેન્ટરનું કર્યું લોકાર્પણ
Live TV
-
આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગોંડલ ખાતે મહારાજા ભગવત સિંહજી ટાઉનહોલ, લાયબ્રેરી અને સાયન્સ-સ્પોર્ટસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓને જનભાગીદારીથી વિકાસ કામોની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી વિકાસ આયોજન કરવા કર્યો અનુરોધ હતો. મુખ્યમંત્રીએ કહ્યું વરસાદના પાણીનું એક એક ટીપું બચાવવા દેશના જનઆંદોલનમાં ગુજરાત પુનઃ આગેવાની કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલ ખાતે લોકો તેમજ પદાધિકારીઓ સાથે રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પણ સાંભળ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ગોંડલ ખાતે મહારાજા સર ભગવતસિંહજી અદ્યતન ટાઉનહોલ તેમજ લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું . અને સાથે જ ગોંડલમાં લોકો તેમજ પદાધિકારીઓ સાથે રહી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી નો મન કી બાત કાર્યક્રમ પણ સાંભળ્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે ગોંડલ તેમજ રાજકોટમાં વિવિધ કાર્યક્રમો માં હાજરી આપશે ત્યારે ગોંડલમાં અદ્યતન ટાઉનહોલ તેમજ લાયબ્રેરી નું લોકાર્પણ કર્યું હતું. ગોંડલ નગર પાલિકા દ્વારા રૂપિયા 529.30 લાખ ના ખર્ચે નવ નિર્મિત મહારાજા સર ભગવતસિંહજી અદ્યતન ટાઉનહોલ માં 544 સીટો અને પ્રોજેક્ટર સ્ક્રીન, સેન્ટ્રલ એસી, ફાયર સેફટી , સાઉન્ડ, લાઈટ, પાર્કિંગ સુવિધા તેમજ લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કરછ તાલુકા લેવલે અગ્રીમ સ્થાન ધરાવતો આ અતિ આધુનિક ટાઉનહોલ છે. મુખ્યમંત્રી શ્રી એ આ તકે લોકો સાથે રહી ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો મન કી બાત કાર્યક્રમ પણ સાંભળ્યો હતો. આ પ્રસંગે મંત્રી જયેશ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, સાંસદ રમેશભાઈ ધડુક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
