ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલા સમારંભમાં વીડિયો કોન્ફરન્સની મદદથી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટે 60 વર્ષમાં વિશિષ્ઠ ઓળખ મેળવી છે. સત્ય અને ન્યાય માટે સત્યનિષ્ઠાથી કાર્ય કર્યું છે. ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાને 60 વર્ષ પુરા થયા પર્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા એને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વિક્રમનાથ તેમ જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન વીડિયો કોન્ફરન્સથી થયું હતું.
