રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચની મર્યાદા કરી નક્કી
Live TV
-
મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, ચૂંટણી ખર્ચની મહતમ મર્યાદા જાહેર કરવામાં આવી
રાજ્ય ચૂંટણી પંચે ,ચૂંટણી ખર્ચ ની ,મર્યાદા નક્કી કરી છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયત ,ચૂંટણી ખર્ચ ની ,મહતમ મર્યાદા જાહેર કરવા માં આવી છે. જે અંતર્ગત, મહાનગરપાલિકા ના ઉમેદવાર ,6 લાખ ખર્ચ કરી શકશે. નવ વોર્ડ થી વધુ વોર્ડ ધરાવતી ,નગરપાલિકા નાં, દરેક વોર્ડ ના ઉમેદવાર માટે ,રૂપિયા 2 લાખ 25 હજાર, તો એક થી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકા નાં ,દરેક વોર્ડ ના ઉમેદવાર માટે, રૂપિયા એક લાખ 50 હજાર ,તેમજ જીલ્લા પંચાયત ના ,દરેક મતદાર વિભાગ ના ઉમેદવાર માટે ,રૂપિયા 4 લાખ ,અને તાલુકા પંચાયત ના, દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે ,2 લાખ રૂપિયા, ફાળવવામાં આવશે.
