Skip to main content
Settings Settings for Dark

ગુજરાત હાઈકોર્ટમાં નવા ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ લીધા શપથ

Live TV

X
  • ગુજરાત હાઈકોર્ટમાં આજે નવા ન્યાયાધીશ નિમાયા છે. નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ ગુજરાત હાઈકોટના ન્યાયાધીશ તરીકે શપથ લીધો. શપથગ્રહણ સમારંભ ગુજરાત હાઈકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયો હતો, જેમાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે તેમને શપથ લેવડાવ્યા હતા.

    આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો, રાજ્યના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, વરિષ્ઠ વકીલો તથા હાઈકોર્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિશ્રીએ કર્ણાટક હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં કરવાની મંજૂરી આપી હતી. આ નવા ન્યાયાધીશ તરીકેની તેમની નિમણૂકથી ગુજરાત હાઈકોર્ટની ન્યાયિક કામગીરીમાં વધુ મજબૂતી મળશે તેવી આશા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply