Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં 162 વર્ષ જૂના બ્રિજનું નવીનીકરણ, સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ

Live TV

X
  • નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં 3.90 કરોડના ખર્ચે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ સાંસદ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રિજ છેલ્લા ત્રણ મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન વાહન વ્યવહાર માટે કાલિયાવાડીથી દશેરા ટેકરી થઈને લુન્સીકૂઇ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. નવા બ્રિજને ઊંચો કરીને બનાવવામાં આવ્યો છે. જેથી ચોમાસા દરમિયાન પણ વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહી શકશે. જોકે, કાલિયાવાડીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે.

    આ બ્રિજનો ઐતિહાસિક મહત્વ છે. 162 વર્ષ પહેલા 1863માં પ્રથમ વખત આ સ્થળે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે સર જમશેદજી જીજીભાઇની સ્મૃતિમાં બનેલી ડિસ્પેન્સરી સુધી પહોંચવા માટે પૂર્ણા નદીના ફાંટાને કારણે મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી દૂર કરવા માટે બ્રિજનું નિર્માણ કરાયું હતું.

    નવસારી મહાનગરપાલિકાના કમિશનર ચૌધરીના જણાવ્યા મુજબ, સાંસદ સી.આર. પાટીલે સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ લોકાર્પણ કર્યું છે. આ સર્કલ શહેરની સુંદરતામાં વધારો કરશે. નવા બ્રિજના લોકાર્પણથી વાહન ચાલકોને ડાયવર્ઝનની તકલીફમાંથી મુક્તિ મળી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply