ગૃહમંત્રી અમિત શાહ કરશે વિવિધ કાર્યોનું લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જનહિતના અનેક કાર્યક્રમોમાં સહભાગી થશે. રાજ્યના ગૃહ વિભાગના અતિ મહત્ત્વના પ્રોજેક્ટ એવા "વિશ્વાસ" પ્રોજેક્ટ અને સાઇબર ઍપ-આશ્વસ્તનું મહાત્મા મંદિરથી લોકાર્પણ કરશે. ત્યારબાદ ગાંધીનગર લોકસભાના વિવિધ વિકાસ કામો અને 11 રેલવેસ્ટેશનો ખાતે સુવિધાનું લોકાર્પણ કરશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી GTUના નવમા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. અને ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ કમાન્ડિંગ કંટ્રોલ સ્ટેશનની મુલાકાત લેશે અને નારણપુરામાં ભાજપના કાર્યકરોને મળીને તેમની સાથે વાતચીત કરશે.
