Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, આનંદીબેન પટેલે કર્યું મતદાન

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, આનંદીબેન પટેલે કર્યું મતદાન

    ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા સીટનાં એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે ત્રીજા તબ્બકાનું મતદાન થઈ રહ્યું છે. કહ્યું, લોકતંત્રમાં મતદાન કરવું એ આપણી ફરજ છે. 

    તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સીટનાં ઉમેદવાર અમિત શાહે અમદાવાદમાં નારણપુરાથી મતદાન કર્યું.  મતદાન બાદ કહ્યું. લોકોને અપીલ કરૂ છું કે આ લોકતંત્રના પર્વમાં ઉત્સાહ ભેર ભાગ લો... અમિત શાહે મતદાન કર્યા પછી નારણપુરામાં આવેલા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે  દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. 

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલે આજે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે અમદાવાદના શિલજ ખાતે મતદાન કર્યું હતું. તો સુરતમાં નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલે મતદાન કર્યું. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભા બેઠક માટે મતદાન કર્યું.  રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઈશ્વરીય ગામ ખાતે પરષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.... સાથે જ તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી... તો આ તરફ  રોજકોટ લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ વોટિંગ કર્યું. બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે મતદાન કર્યું. 

    તો આ તરફ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન.  જામનગર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે પૂનબહેન માડમ.  કોંગ્રેસે જાનગર સીટ પરથી જેપી મરાવિયાને મેદાને ઉતાર્યા છે. નડીયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓએ તેમની પત્ની સાથે નડીયાદમાં આવેલી શાળા નંબર 1 પર મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી.

    મુખ્ય ચૂંટણી અધિકારી  પી. ભારતી એ સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી... તેઓ સહ પરિવાર મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. સાથે જ તેમણે હીટ વેવને ધ્યાનમાં રાખી લોકોને કાળજી પૂર્વક આવી મતદાન કરવા સુચન કર્યું હતું.

    મહત્વનું છે કે આજે ત્રીજા તબક્કાના મતદાનમાં દિગ્ગજોનું ભાગ્ય EVMમાં કેદ થશે. ગાંધીનગરથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદીત્ય સિંધ્યા, ધારવાડથી પ્રહલાદ જોશી, રાજકોટથી પરષોત્તમ રૂપાલા, પોરબંદરથી ડો.મનસુખ માંડવીયા, ઉત્તરી ગોવાથી શ્રીપદ યેસો,  વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાયપુરથી બ્રીજમોહન અગ્રવાલ, બારામતીથી સુપ્રિયા સુલે, મેનપુરીથી ડીમ્પલ યાદવ, રાજગઢ થી દિગ્વિજય સિંહ. જેવા દીગજ્જોના ભાવિનો ફેંસલો આજે EVMમાં કેદ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply