Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી રાજનાથસિંહ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરશે

Live TV

X
  • વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ.

    કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ 26 એપ્રિલના રોજ ગાંધીનગરની મુલાકાત લેશે. તેઓ ગાંધીનગરના નવા સચિવાલય ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. રાજ્યો વચ્ચે સહકાર વધારવા માટે સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ, 1956 અંતર્ગત આ પ્રકારની છ અલગ અલગ કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
    ક્ષેત્રિય પરિષદો આર્થિક અને સામાજિક આયોજન, સીમા વિવાદ, ભાષાકીય લઘુમતિઓ અને આંતરરાજ્ય પરિવહન વગેરે જેવા જાહેર હિતના વિષયો પર ચર્ચા કરવા અને ભલામણો કરવા માટે અધિકૃત છે. આ પરિષદો આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા રાજ્યો વચ્ચે સહકાર વધારવા માટેના ક્ષેત્રીય મંચની ગરજ સારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply