ગોંડલમાં 40 કરોડના ખર્ચે નવી કોર્ટ બિલ્ડિંગનું CM રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન
Live TV
-
રાજકોટના ગોંડલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડીની ઉપસ્થિતિમાં , રૂપિયા 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બાદમાં મુખ્યમંત્રી એ એ.પી.એમ.સી માર્કેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નવા સંકુલથી ધારાશાસ્ત્રીઓ અને ન્યાય માટે આવતા લોકોને સારી સુવિધા મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર અદાલતોના આદેશ પાલન માટે કટીબદ્ધ છે. કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્વરિત અને સચોટ ન્યાય મળી રહે અને કાયદા વિભાગને વધારે મજબૂત કરવા માટે રાજય સરકારે ચાલુ વર્ષે રૂપિયા 1800 કરોડની રકમની બજેટમાં ફાળવણી કરી છે.