કાણોદરની આ સરકારી શાળાને પર્યાવરણના જતન માટે મળ્યો 'એ' ગ્રેડ
Live TV
-
આ છે ગુજરાતની એક આદર્શ શાળા. એક આદર્શ શાળાનું ઉદાહરણ પુરી પાડતી ગ્રીન શાળાની, પાલનપુર તાલુકાના કાણોદર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાને ગુણવત્તા સભર શિક્ષણ અને પર્યાવરણના જતન માટે એ ગ્રેડ મળ્યો છે.
આધુનિક મકાન, ડીજીટલ ટેકનોલોજીથી અપાતા ગુણવત્તા સભર શિક્ષણના કારણે આ શાળાએ "એ" ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. શાળામાં પાણી, ઉર્જા, હવા, બિલ્ડીંગની સફાઈ સહિત કુલ 6 બાબતોનું જતન કરવા માટે વિદ્યાર્થીઓની 6 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં 10-10 વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ, સફાઈ સહિતના કામ સંભાળે છે. આ વિદ્યાર્થીઓ પર્યાવરણના જતન માટે સતત કાર્યરત રહે છે.