રોજગાર વિભાગ-વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રોજગાર ભરતીમેળો યોજાયો
Live TV
-
રાજ્ય સરકારના રોજગાર વિભાગ અને વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો. આ ભરતી મેળાની વિશેષતા એ હતી કે એમાં સર્વિસ સેક્ટર અને એન્જીનિયરિંગ ક્ષેત્રના રોજગાર દાતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, તો રોજગારી માટે યુવાનો પણ વિશાળ સંખ્યામાં ઉમટ્યા હતા.
યુવાનોને રોજગારી આપવા માટે વટવા ઈન્ડસ્ટ્રીઝની સ્થાનિક ઔદ્યોગિક સંસ્થાઓ સર્વિસ સેક્ટરની કંપનીઓ બેન્કિંગ ફાઈનાન્સ અને આઈટી, ઈલેક્ટ્રીકલ જેવી અનેક સેક્ટરની કંપનીઓએ પણ યુવાનોનું તેમની યોગ્યતા અનુસાર નોકરીઓ આપી હતી. રાજ્ય સરકારે પણ ગુજરાતના કૌશલ્યવાન યુવાનો માટે 272 કરોડનું બજેટ ફાળવ્યું છે.
તેમજ અઢી ટકા યુવાનોને રોજગાર કચેરી દ્વારા એપ્રેન્ટીસ આપવાનું પણ ઔદ્યોગિક એકમોને જણાવ્યું છે ત્યારે આવા મેળામાં યુવાનોએ જોડાઈને રોજગારી મેળવવી જોઈએ તેમ કેટલાક રોજગારદાતાઓએ જણાવ્યું હતું. તો ભરતી મેળામાં આવેલી સરકારી આ પ્રકારની પહેલને આવકારી હતી.