Skip to main content
Settings Settings for Dark

ગોંડલ - ટાઉન હોલ, લાયબ્રેરી અને સાયન્સ- સ્પોર્ટ્સ સેન્ટરનું CMએ કર્યુ લોકાર્પણ

Live TV

X
  • ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવા માટે જળસંચય અભિયાનને જન આંદોલન બનાવવા આપ્યો ભાર

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કર્યું હતું. મહારાજા ભગવતસિંહજી ટાઉન હોલ, લાયબ્રેરી અને સાયન્સ- સ્પોર્ટ્સ સેન્ટરનુ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તો સાથે જ તેમણે સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ અને મળી રહેલા ફળદાયી પરિણામોની સ્પષ્ટ રૂપરેખા આપી હતી. ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનુ અને વરસાદના એક એક ટીપાની બચત કરી જળ સંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાત આગેવાની લઇ રહ્યુ છે, અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply