રાજકોટ - ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનિયર એકવાટિક ચેમ્પિયનશીપ-૨૦૧૯નું સમાપન સમારોહ
Live TV
-
આ સ્પર્ધામાં રાજયના ૨૦ બોયઝ અને ૧૭ ગર્લ્સ મળી ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯નું સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે બાળ સ્પર્ધકોને કહયું હતું કે રમત-ગમતમાં હારજીતથી ઉપર ઉઠીને સહભાગી થઇ વ્યક્તિગત અને સમુહજીવનમાં ખેલદિલીના ગુણો જ એક સારા નાગરિક તરીકે તેમનું ઘડતર કરશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્યતઃ કોઇ પણ ખેલ-રમતની સ્પર્ધામાં પરસેવો પાડીને સિધ્ધિના શિખરે પહોચાતું હોય છે. પરંતુ સ્વિમીંગ એ એક માત્ર એવી રમત છે, જે પાણીની શીતળતાના આનંદ સાથે સિધ્ધિઓ પ્રાપ્ત કરાવે છે. રાજકોટમાં આયોજીત આ પાંચ દિવસીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો રહયો છે. આ સ્પર્ધામાં રાજયના ૨૦ બોયઝ અને ૧૭ ગર્લ્સ મળી ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ ૬ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.


