Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

Live TV

X
  • છોટાઉદેપુર, મહિસાગર, ભાવનગર અને વડોદરામાં પણ વરસાદ

    સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે...દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત સહિત રાજ્યના તમામ ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે...મહિસાગર જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે અચાનક પલટો આવ્યો હતો અને લુણાવાડામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો...જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી...પંચમહાલના ગોધરામાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી...વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદને કારણે શહેરીજનોમાં આનંદ છવાયો હતો...તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં તો સાંબેલાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા...ભારે વરસાદને પગલે ગણદેવીનો દેવધા ડેમ ઓવરફ્લો થયો હતો...જેના કારણે ડેમના 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા...તો વરસાદને પગલે વાકલ ગામે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો...મધ્યગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી...વડોદરામાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા...તો છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી અને બોડેલીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો...જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા...સુરેન્દ્રનગરના લખતરમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ વરસાદની રી એન્ટ્રી થઈ હતી...જેના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી... ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો..જેસર તાલુકાના તાતણીયા ગામે વીજળી પડવાથી 2 બળદના મોત થયા હતા....

    રાજ્યના દક્ષિણ અને મધ્યગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે...છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 357   મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે...જ્યારે રાજ્યના અન્ય 23 જિલ્લાઓના 121 તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે...રાજ્યના   સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ ઉત્તર ગુજરાત ઝોનના 6   જિલ્લાઓમાં વરસાદ વરસ્યો નથી...આ જિલ્લાઓમાં ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે...મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 11 મીલીમીટર અને મહેસાણા તાલુકામાં 42 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે...જ્યારે   અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 38 મીલીમીટર અને માલપુરમાં 3 મીલીમીટર વરસાદ નોંધાયો છે...તો કચ્છ જિલ્લામાં મેઘરાજાએ વિરામ   લીધો છે...સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં 50 મીલીમીટર, લીમડીમાં 26 મીલીમીટર અને લખતરમાં 5 મીલીમીટર વરસાદ વરસ્યો   છે...રાજકોટના ગોંડલ અને પડઘરીમાં ઝરમર વરસાદ વરસ્યો છે...તો ગીરસોમનાથના ઉના તાલુકામાં 8 મિલીમીટર, અમરેલીના લાઠીમાં 30,   જાફરાબાદમાં 14, લીલીયામાં 6, ભાવનગરમાં 54, ગારીયાધારમાં 19, ઘોઘામાં 16, મહૂવામાં 36, શિહોરમાં 23 મીલીમીટર જેટલો વરસાદ   વરસ્યો છે...રાજ્યમાં સર્વત્ર વરસાદને કારણે લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે...અને હજુ સારા વરસાદની સંભાવના છે...તો મુંબઈમાં પણ  ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply