ગોધરાઃ ડુપ્લીકેટ કામોત્તેજક દવાઓનું કારખાનું ઝડપાયું
Live TV
-
પ્રાથમિક તપાસમાં માલૂમ થયું છે કે, આ દવાઓ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં ડુપ્લીકેટ કામોત્તેજક દવાઓ બનાવવાનું કારખાનું પકડાયેલ છે. મુંબઈની કે.જી.એન ફાર્માસ્યુટિકલ દવાઓ બનાવતી કંપનીની પ્યુરેગા 100 નામની કામોત્તેજક વાયગ્રા જેવી દવાઓ ગોધરાના સાતપુલ વિસ્તારમાં આવેલી ગુજરાત ફાર્માસ્યુટિકલ કંપનીમાં બનાવવામાં આવતી હોવાની ફરિયાદ ગુજરાત પોલીસને મળી હતી.
ગોધરાના આઈ.પી ઇન્વેસ્ટિગેશન એજન્સીને ખબર મળતા કોપીરાઈટનો ભંગ થતો હોવાની ફરિયાદ કંપનીના અધિકારી આશિષભાઈ વાઘેલાએ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ડુપ્લીકેટ દવાઓ બનાવતી કંપનીમાં રેડ પાડી હતી. જ્યાંથી પોલીસે પ્યુરેગા 100 નામની રૂપિયા 55 લાખની કિંમતની દવાઓના 24650 બોક્સ જપ્ત કર્યાં હતા.
પ્રાથમિક તપાસમાં માલૂમ થયું છે કે, આ દવાઓ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હતી. વિદેશમાં આ કામોત્તેજક દવાઓની ખૂબ માંગ છે. જાણકારી પ્રમાણે આ દવાઓ વિદેશમાં દૂધાળા પશુઓને પણ અપાતી હોય છે.
હાલમાં ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસે ડુપ્લીકેટ દવાઓ બનાવનાર આરોપી સોહેલ ફોદા સામે કોપી રાઈટ તથા ટ્રેડમાર્ક ભંગ અને છેતરપિંડીના ગુનાની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ સારુ કરેલી છે.