ગરમીથી શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
Live TV
-
અસહ્ય ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા-પાણાનો ઉપયોગ કરી રાહત મેળવી રહ્યા છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ઘરોમાં કેદ જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અસહ્ય ગરમીથી લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે. લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. ગરમીને કારણે પશુ-પક્ષીઓ પણ બચી શક્યા નથી.
રાજ્યના મોટા ભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જેમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, ઈ઼ડર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અને ભુજનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું જ્યાં ગરમીનો પાર 44 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો.
રાજ્યના શહેરોનું તાપમના
શેહર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 43.3 27.8 ડીસા 42.2 27.3 ગાંધીનગર 43.0 27.5 ઈડર 43.3 28.2 વડોદરા 42.3 28.0 સુરત 40.0 27.2 અમરેલી 43.4 26.4 ભાવનગર 41.4 27.5 દ્વારકા 32.4 27.4 ઓખા 33.8 27.9 પોરબંદર 37.8 26.3 રાજકોટ 42.2 25.5 વેરાવળ 32.5 25.5 સુરેન્દ્રનગર 44.0 27.4 ભુજ 41.0 24.2 નલિયા 35.4 26.6 અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક