સુરતઃ ફૂલ વેચતા પરિવારની દિકરીએ 12 સાયન્સમાં 83% મેળવ્યા
Live TV
-
સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની એક દિકરીએ સારા માર્કસથી પાસ થઈ પોતાના માતાપિતાનું નામ રોશન કર્યું છે.
આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની એક દિકરીએ સારા માર્કસથી પાસ થઈ પોતાના માતાપિતાનું નામ રોશન કર્યું છે.
સુરતના ઉધના વિસ્તારની પાટીલ પરિવારની દીકરીએ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાની સાથે સાથે અભ્યાસ કર્યો હોવા છતાં સારું પરિણામ મેળવ્યું છે. ઉધના વિસ્તારની સાયન્સ શાળામાં ભણતી ભૂમિકા પાટિલે 12 સાયન્સમાં 83 ટકા પ્રાપ્ત કર્યાં છે, જેના કારણે તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂમિકાના પિતા મંદિરની બહાર ફૂલ વહેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભૂમિકા દિવસે શાળામા અભ્યાસ કરતી અને ત્યાર બાદ પિતાને તેમના કામમાં મદદ પણ કરતી હતી. બીજી તરફ પિતા ભણ્યા ન હોવાથી એમને પણ દીકરીને ભણાવવાની જીદ પકડી હતી. છેવટે ગુરુવારે જાહેર થયેલા પરિણામમાં ભૂમિકાના 83 ટકા પરિણામ આવ્યું હતું. હવે ભૂમિકા ડોકટર બનવા માંગે છે.