બારડોલીઃ નાંદોડની સીમમાં પડેલા કચરાના ઢગલામાં લાગી આગ
Live TV
-
બાદમાં આગ બેકાબુ બનતા બારડોલી નગરપાલિકાની ફાયર ટીમની મદદ લેવાઇ હતી.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાંદોડા ગામની સીમમાં આવેલ નગરપાલિકાના ડિસ્પોઝેબલ પ્લાન્ટમાં કચરાના ઢગમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સૌ પ્રથમ સ્થાનિક નાગરિકોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં આગ બેકાબુ બનતા બારડોલી નગરપાલિકાની ફાયર ટીમની મદદ લેવાઇ હતી. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઢગલામાં આ જ રીતે પહેલાં બે થી ત્રણ વાર આગ લાગવાની ઘટના બની હતી.