ગોરધન ઝડફિયા-આઈ. કે. જાડેજાએ કોંગ્રેસના આક્ષેપોને પડકાર્યાં
Live TV
-
બંને જણાએ પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના નેતાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને આ આક્ષેપોને પડકાર્યા પણ હતા.
ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા અને ગોરધનભાઇ ઝડફિયાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંને જણાએ પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના નેતાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને આ આક્ષેપોને પડકાર્યા પણ હતા.
ભાજપની સરકાર લોક ભાગીદારીથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તળાવો ઉંડા કરવા, નહેરની સફાઇ, અને સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ 17 હજાર જેટલા કામો કરી રહી છે.
જેનાથી 11 હજાર લાખ ઘનફૂટ વરસાદી પાણીનો સંગ્રહ થવાનો છે. સરકાર માનવતાનું કાર્ય કરી રહી છે, ત્યારે કોંગ્રેસ આ રચનાત્મક કાર્યનો વિરોધ કરી રહી છે, એ કેટલું હાસ્યાસ્પદ છે.