ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના પ્રશ્ને રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું
Live TV
-
આ વખતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, અમિત ચાવડા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સાંસદ અહેમદ પટેલની આગેવાનીમાં ખેડૂતોના પાણીના અને જમીન સંપાદનના પ્રશ્નોને લઇને રાજ્યપાલ ઓ.પી.કોહલીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ વખતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, અમિત ચાવડા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહ્યા હતા. અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાઓમાં વિકાસ નહીવત છે. વિકાસના નામે ખેડૂતોને નુકસાન જાય એ યોગ્ય નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વળી પશુઓ માટે પૂરતો ઘાસચારો મળતો નથી. વળી રાજ્યમાં પાણીના પ્રશ્નો ખુબ જ છે અને જમીન સંપાદનની કાર્યવાહી પણ કરવામાં આવી નથી. કોંગ્રેસ વિકાસ વિરોધી નથી, પરંતુ આમ જનતા માટે પાયાની જરૂરિયાત એવો પાણીનો પુરવઠો પૂરતો હોવો જરૂરી છે.