Skip to main content
Settings Settings for Dark

ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ “કારખાનું”નું સ્ક્રિનિંગ

Live TV

X
  • ત્રણ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મની થઈ છે પસંદગી

    ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ 'કારખાનું' નું સ્ક્રિનિંગ બપોરે 4:30 કલાકે કરવામાં આવશે. 'કારખાનું'એ પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી, પૂજન પરીખ અને ધવલ વાઘેલાની પ્રથમ ફિલ્મ છે.

    સૌરાષ્ટ્રની તળની કોઈ લોક-વાર્તાને લઈને નવી ટેક્નોલોજી અને હોલીવુડ કક્ષાની આ ફિલ્મ છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે, જે એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે.

    ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ ‘કારખાનું’નું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ જેવા અનુભવી કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા, હાર્દિક શાસ્ત્રી, દધીચિ ઠાકર જેવા યુવા કલાકારોએ અભિનય કર્યો છે. 'કારખાનું'એ પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી, પૂજન પરીખ અને ધવલ વાઘેલાની  પ્રથમ ફિલ્મ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply