રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હૈદરાબાદ ખાતે કાન્હા શાંતિવનમ્ની મુલાકાત લીધી
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હૈદરાબાદ પાસે 'હાર્ટફુલનેસ' ધ્યાન કેન્દ્રના મુખ્યાલય અને વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર - કાન્હા શાંતિવનમ્ ની મુલાકાત લીધી હતી.
હાર્ટફુલનેસ એ ધ્યાન અને મનની શાંતિ, આનંદ તથા ગહનતા માટે જીવનશૈલી પરિવર્તનની એક સરળ પદ્ધતિ છે, જે શ્રી રામચંદ્ર મિશન દ્વારા ભારતમાં ઔપચારિક રીતે શીખવવામાં આવે છે. જેનો ઉદ્દેશ લોકોના મનમાં શાંતિ, ખુશી અને જ્ઞાન પ્રસરાવવાનો છે. આ પદ્ધતિ યોગનું એક આધુનિક સ્વરૂપ છે, જે સંતોષ, આંતરિક શાંતિ અને સ્થિરતા, કરુણા, સાહસ અને વિચારની સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે. 160 દેશોમાં 5,000થી વધુ કેન્દ્રો હાર્ટફુલનેસ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં લાખો પ્રેક્ટિશનર્સ અને વોલન્ટિયર્સ જોડાયેલા છે.
રાજ્યપાલે કૃષિ, વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે આદરણીય દાજીના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી અને તેમની પ્રાચીન વિદ્યાની ઊંડાણપૂર્વકની સમજ માટે પ્રશંસા કરી હતી. આદરણીય દાજીએ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી વિષયક જ્ઞાન અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા માટેના પ્રયત્નોને બિરદાવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સમક્ષ હાર્ટફુલનેસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બ્રાઇટર માઇન્ડ્સ કાર્યક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
